Harshad Mehta scam 1992 Web_Series
#IMDB_Rating .9.6
હર્ષદ મહેતા web series શેર માર્કેટ ઉપર બનેલ ઘટના પર આધારિત છે. આ વેબ સીરીઝ તમને ભારત ના 1980 ના દાયકામાં લઈ જાય છે ત્યારે ન કોમ્પ્યુટર હતા ન ઇન્ટરનેટ તે સમયે ચિઠ્ઠી વ્યવહાર ચાલતો હતો. આ ચિઠ્ઠી વ્યવહારમાં પણ હર્ષદ મહેતા કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ માંથી અબજો રૂપિયાનું #empire ઊભું કરી શકે તે આખી જિંદગી ખુબજ સરસ રીતે દર્શાવી છે.. એક ખાસ વાત આ web series ની કે ઘણા દ્રશ્યો ઓરીજનલ પણ મુકેલા છે જે તમને 1980 ના સમય નો આભાસ કરાવશે.
અમુક ખાસ બાબતો
સામાન્ય રીતે જોવા જઇએ તો મિડલ ક્લાસ ના મનમાં હંમેશા આગળ વધવાની અને ટૂંક સમયમાં જલ્દી પૈસા કમાવાની ઈચ્છા હોય છે. આમાં એજ મિડલ ક્લાસ વ્યક્તિ ની અપેક્ષા કઈ રીતે લાલચ માં રૂપાંતરણ થાય છે તે નોંધવું રહ્યું..
પહેલાના સમયમાં બેન્કિંગમાં ઘણા loopholes હતા જે હજુ પણ છે. હર્ષદ મહેતાના કેસમાં તેણે બસતે loopholes નો ઉપયોગ કર્યો હતો.. પણ કોઈ #scam કર્યો ન હતો. તેની ઉપર કોઈ કેસ સાબિત થયા નથી. ઉલ્ટાનું આ કેસ પછી #બેન્કિંગ માં સુધારા આવ્યા હતા.
હર્ષદ મહેતા સ્કેમ #FABRICATED અફવાથી વિશેષ કશું હતું જ નહીં. કોર્ટમાં પણ લોકો છૂટી ગયા હતા. હર્ષદ મહેતા કોઈ વિદેશ ભાગી જનાર વ્યક્તિ નો હતો. કદાચ તે વખતે મીડિયા હાઉસ ને મસાલેદાર ખબરો ખૂબ વેચી હશે
હર્ષદ ભાઈ જે કરતા એમ રિસ્ક બૌ મોટું હતું, એ સેન્સેક્સ ઉપર રાખવા મોટા પૈસા માર્કેટ માં નાખી દેતા પણ ક્યારેક બજાર તૂટતું તો બધા ના પૈસા આમાં ધોવાઈ જતા,
હવે શેર માર્કેટ માં ઇન્વેસ્ટ કરવા વાળા ને આટલા રિસ્ક નું તો ખબર જ હોય.
રહી વાત બેંકો ની તો બેંકો ને પણ ખબર હતી કે હર્ષદ ભાઈ પૈસા લઇ લઈ ને શેર માર્કેટ માં નાખી રહ્યા છે એને તમે સ્કેમ કહી શકો પણ એ સ્કેમ બેન્ક વાળા એ કર્યું કહેવાય,
હર્ષદ નું તો કામ જ આ હતું કે પૈસા લઈ ને માર્કેટ માં નાખવા, બેંકો વાળા BR વગર પૈસા આપતા તો એમાં હર્ષદ ની શુ ભૂલ ???
અને 5000 કરોડ ની જે વેલ્યુ બતાવે છે એ પૈસા કોઈ ડૂબ્યા હતા જ નહીં, આટલા પૈસા માર્કેટ માં BR વગર ફરતા હતા અને એ બધા હર્ષદ એ આપી દીધા હતા.
વેબ સીરીઝ ના બધા પાત્રો એ ખુબ સરસ એક્ટિંગ કરી છે અને મુખ્ય પાત્ર હર્ષદ મહેતા નો રોલ પણ ખૂબ સહજતાથી કરેલ છે
જેને ભવિષ્યમાં શેરબજાર કઈ રીતે કામ કરે છે તેના વિશે જાણવું હોય એક વખત વેબ સીરીઝ જરૂર જોવી...
શેરબજાર એ ઉપરના બે નિયમો મુખ્ય છે. જે લોકો શેરબજારમાં પૈસા ગુમાવે છે તે વ્યક્તિ પોતે જવાબદાર છે. તે જ રીતે આમાં ઘણા લોકો ખૂબ આગળ આવ્યા છે તે પણ તેમના #RISK ના કારણે આવેલા છે
કદાચ હર્ષદ મેહતા ભારતનો @WarrenBuffet બની શક્યા હોત
My favourite Dailogues
ये बोम्बे का दलाल स्ट्रीट है, और ये (BSE) सट्टा बाजार है. यहा पे bear (भालूः The symbol of recession, which knocks you down) नीचे पटके या bull उपर उठाए जब लगती है, तो आदमी सीधा जमीन पर ही गिरता है.
Comments
Post a Comment